New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/Sabarmati-Ashram-Ahmedabad.jpg)
અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કોનાં ડીરેક્ટર જનરલ ઈરીના બોકોવાએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી વિજય રૃપાણીને એનાયત કર્યું છે. વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ ૧૦ જેટલા માપદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ મેળવ્યુ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદને મળેલી આવી સ્વીકૃતિ-માન્યતા દેશમાં અર્બન હેરિટેજ કન્ઝર્વેશન મૂવમેન્ટને પ્રોત્સાહિત કરશે. ૧૪૧૧માં અહેમદ શાહે આ શહેર વસાવ્યુ ત્યારે જે સ્થાપત્યો કલાગીરી સાથેની ઈમારતો, પોળો, હિન્દુ, જૈન-ઈસ્લામીક સ્થાનકો હતા તેની વિશ્વ પ્રતિષ્ઠા હવે આ હેરિટેજ સિટીથી સ્વીકૃત બની ગઈ છે.