/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/7.jpg)
અમદાવાદનાં જેતલપુર રોડ પર શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ જતાં ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા કુલ 150 કિલોની માત્રમાં ગાંજા સાથે બે રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
અમદાવાદના જેતલપુર રોડ પરથી ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા 150 કિલો ગાંજો લઈ જતાં બે રીઢા ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ બંન્નેવ આરોપી પોતાનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તથા આ ગુનેગારોના વિરુદ્ધ પહેલા પણ ગુનાઓ નોધવામાં આવેલા છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચને આ લોકો ગાંજો લઈ જતાં હોવાની માહિતી મળતાની સાથે બંન્નેવ ગુનેગારોને 150 કિલો ગાજાના મુદામાલ સહીત પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે તેમની સઘન પુછ્તાછ કરતા તેમણે આ ગાંજાનો માલ સેટેલાઈટના રામદેવનગર ટેકરા પર આપવાનો હતોનું જણાવ્યું હતું.