/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/WhatsApp-Image-2019-04-24-at-3.24.52-PM.jpeg)
- બીજા રાજયોની જેમ અમદાવાદ માં પણ ક્રાઇમ રેશિયો વધ્યો
- અસમાજિક તત્વોને હવે નથી રહ્યો કાયદા કાનૂનનો ડર
- ૪ અપહરણ કર્તાઓ સીસીટીવીમાં કેદ
અમદાવાદમાં પણ હવે ધીરે ધીરે ક્રાઇમનો રેશિયો વધી રહયો છે ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં આવેલ ઓગણજ ખાતે રાજેશ પટેલ નામના વ્યક્તિનું અપહરણ કરી ધાયલ કરી ફેકી દેવામાં આવ્યા હતા. આ મામલે તેમના સગા સબંધીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવા ગયા હતા.
પરંતુ આ મામલે પોલીસની મદદ ન મળતા અને આરોપી પર યોગી કાર્યવાહી ન કરતાં પરિવારજનો તરફ થી આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે કે પોલીસ તંત્ર પર કેટલાક લોકોનું દબાણ હોવાથી આ મામલા ને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જોકે આ મામલે તેમના પરિવારના સભ્યો દ્વારા સીપી ઓફિસ માં આવેદન પણ આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌથી સુરક્ષિત ગણાતું આ શહેર માં લોકોની સામે જ 4 સક્ષો દ્વારા તેમનું અપહરણ કરવાં આવે છે ત્યાં સુધી પોલીસ હજુ મુગ્ધ અવસ્થામાં બેઠી હોય તેવું લાગી રહ્યું છે.