/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/26174424/maxresdefault-428.jpg)
અમરેલી જિલ્લામાં આવેલાં ધારેશ્વર મંદિરના મહંતે ખેતરમાં કરેલું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી પાડયું છે. જુનાગઢના સાધુઓ અને મહંતોને આપવા માટે પોતે ગાંજાનું વાવેતર કરતો હોવાની તેણે કબુલાત કરી છે.
બાબરાના નીલવાળા ગામની સીમમાંથી ગેર કાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે એસ.ઓ. જી. એ રેડ કરીને 12 લાખ 30 હજારની કિમંતના ગાંજા સાથે ધારેશ્વર મહાદેવ મંદિરના મહંતની ધરપકડ કરી છે. મંદિરના મહંત સહીત અન્ય એકની પોલીસે ધરપકડ કરી છે. નીલવાળા ગામની ભાગોળે આવેલ ઘારેશ્વર હનુમાનજીનાં મંદિરનાં મહંત બાલકદાસના આશ્રમની બાજુમાં કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર મહંત તેમના ખેતરમાં વાવેતર કરાયેલાં ગાંજાને જુનાગઢના સાધુ અને સંતો સુધી પહોંચાડતો હતો. આરોપી મહંત બાલકદાસજી અગાઉ પણ એનડીપીએસના ગુના હેઠળ ઝડપાય ચુકયો છે. મહંત કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.