Connect Gujarat
ગુજરાત

અમરેલી : લાજવંતી ખીમાણી અમરેલીથી દિલ્હી સુધી સાયકલ લઈને પ્રવાસ ખેડવા નીકળ્યા છે.

અમરેલી : લાજવંતી ખીમાણી અમરેલીથી દિલ્હી સુધી સાયકલ લઈને પ્રવાસ ખેડવા નીકળ્યા છે.
X

નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં બીજી વાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજી વાર સંપૂર્ણ બહુમતિ મેળવનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનવાનો શ્રેય નરેન્‍દ્ર મોદીને મળ્‍યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના લાખો પ્રસંશકો અને શુભેચ્‍છકોએ ચુંટણીમાં તેમની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થનાઓ પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોમાં રોજ બરોજ વધારો થતો જોવા મળે છે, ત્યારે અમરેલીના આશરે ૬૦ વર્ષીય એક વ્યક્તિ કે જેઓ જનસંઘ સમયમાં અમરેલી ભાજપના સૌથી જુના કાર્યકર તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદના મંત્રી ખીમચંદ ખીમાણી અમરેલીથી દિલ્હી સુધી સાયકલ લઈને જવા રવાના થયા હતા. તેઓની આ સાયકલ યાત્રા લગભગ ૨૫ દિવસ સુધીની રાહેશે જેમાં તેઓ ૧૧૦૦ કિ.મી. જેટલું અંતર કાપશે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરષોતમ રૂપાલાએ તેઓનો ઉત્સાહ વધારી અમરેલીથી દિલ્હીની સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અમરેલીના ખીમચંદ ખીમાણીએ લોકસભાની ચૂંટણી પહેલા જ નક્કી કર્યું હતું કે, ભાજપને ૩૦૦થી વધારે સીટો મળે તો અમરેલીથી દિલ્હી સાયકલ ઉપર જવાનું સ્વપ્નું સાકાર કરીશ. આ અગાઉ પણ ખીમચંદ ખીમાણીએ સાયકલ ઉપર કેદારનાથ, બદ્રીનાથ, ઉજૈન, માતાના મઢ સુધીની યાત્રા પણ ખેડી ચુક્યા છે, ત્યારે ફરી એક વાર સાયકલ ઉપર અમરેલીથી દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરશે

Next Story