અયોધ્યા વિવાદનો ચુકાદો : ગુજરાત ફેરવાયું પોલીસ છાવણીમાં

New Update
અયોધ્યા વિવાદનો ચુકાદો : ગુજરાત ફેરવાયું પોલીસ છાવણીમાં

દેશની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા જમીન

વિવાદમાં પોતાનો ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે ગુજરાતમાં સુરક્ષા

વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે. પોલીસતંત્રએ લોકોને અફવાઓથી દુર રહી શાંતિ જાળવી

રાખવા અપીલ કરી છે.

ગુજરાતના દરેક શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા

સઘન બનાવી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત શહેરની વાત કરવામાં આવે

તો શહેર પોલીસ દ્વારા કુલ 8 સંવેદનશીલ

વિસ્તારમાંમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જ્યાં દરેક સંવેદનશીલ

વિસ્તારમાં 1ACP,  2PI, 25 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.. SRP ની 3 ટીમ અને 1 કવીક રીસ્પોન્સ ની ટીમ સંવેદનશીલ

વિસ્તારમાં ખડકી

દેવાયાં છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી તેમજ પીસીબી શાખાના પોલીસ કર્મચારીઓને પણ સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યા છે. રાજકોટ

શહેરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસની ટીમે ફલેગ માર્ચ કરી

હતી. અંકલેશ્વર શહેરમાં પણ પોલીસ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. રાજયના

તમામ શહેરોમાં શાંતિપુર્ણ માહોલ જોવા મળી રહયો છે અને પોલીસ સ્થિતિ પણ ચાંપતી નજર

રાખી રહી છે. પોલીસતંત્રએ લોકોને અફવાઓથી દુર રહી શાંતિ.

Latest Stories