Connect Gujarat
ગુજરાત

અરવલ્લી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો અભિવાદન સમારોહ યોજાયો

અરવલ્લી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો અભિવાદન સમારોહ યોજાયો
X

અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના નવા બિનહરીફ વરાયેલા પ્રમુખ દુર્ગેશ બુચ નું અભિવાદન કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા પ્રસંગે પ્રવચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમારંભના અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દુર્ગેશ વી બુચે વેપારીઓને હિંમત રાખી વેપાર કરવા આહવાન કર્યુ હતું. વધુમાં જણાવ્યું હતું કે વેપારમાં મુશ્કેલીઓ તું ધંધાનો અવિભાજ્ય અંગ છે. તેથી વેપારીઓએ મુશ્કેલીઓનો સામનો કરી વેપાર કરવો જોઈએ. આ આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ વી શાહ તેમજ મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના વેપારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it