અરવલ્લી : જો રાજ્ય સરકાર પણ કરે કાઇ આવું તો, જિલ્લાની એક પણ શાળા નહીં થાય મર્જ

0

રાજ્ય સરકારે ૩૦ કરતાં ઓછા બાળકો ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાની કોઇ પણ શાળા મર્જ ન કરવા માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

 અરવલ્લી જિલ્લાની એકપણ સરકારી પ્રાથમિક શાળા મર્જ ન કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે. શાળાઓ મર્જ કરવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી શકે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના બાળકોમાં અભ્યાસ છોડી દેવાની પણ ચિંતા છે. એટલું જ નહીં જો શાળાઓ મર્જ થાય તો બાળકો દૂર સુધી અભ્યાસ કરવા માટે જઇ  શકશે નહીં. અરવલ્લી જિલ્લામાં 1234 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે, જે પૈકી 280 જેટલી શાળાઓમાં 30 કરતા ઓછા બાળકો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, ત્યારે અરવલ્લી જિલ્લા પંચાતય શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, નો ચાઈલ્ડ બિહાઈન્ડ ધ એક્ટ મુજબ જંગલમાં રહેતા કોઇ પણ વ્યક્તિ અથવા તો શ્રમજીવી નું કોઇ જ બાળક શિક્ષાથી વંચિત ન રહે, તે માટે સરકાર અમેરિકામાં એક બાળક માટે સરકાર શિક્ષકને કાર લઇને મોકલે છે, તો ગુજરાત સરકારે આ નિર્ણય માટે ફેર વિચારણા કરવા પણ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here