અરવલ્લી : પોતે પોલીસ છે એવું કહી પોલીસના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા, એક ફરાર

New Update
અરવલ્લી : પોતે પોલીસ છે એવું કહી પોલીસના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા, એક ફરાર

મોટાભાગના લોકોને પોલીસનો ડર લાગતો હોય છે અને આ ડરનો કેટલાક લોકો નકલી પોલીસ બનીને ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં નકલી પોલસ બની લોકો સાથે છેતરપિંડી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે.

બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે એક શખ્શના ઘરે દારૂનો ધંધો કરો છો એમ કહી નકલી LCB પોલીસે કેટલાક લોકોને દમ માર્યો હતો. LCB પોલિસના નામે તોડબાજી કરવા પહોંચેલા ત્રણ શખ્સ સામે શંકા જતા ગ્રામજનો એકઠા થતાં એક નકલી પોલીસ નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ સાઠંબા પોલીસને જાણ કરતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી નકલી એલસીબી પોલીસને જોઈ અસલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાઠંબા પોલીસે ૨ શખ્શોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સાઠંબા પોલીસ નકલી પોલિસ ગેંગનો પર્દાશ તો કર્યો છે જો કે અસલી પોલિસ ગામમાં પહોંચે તે પહેલા એક નકલી પોલીસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સાઠંબા પોલીસે ૧) શાંતિભાઈ બચુભાઈ ભરવાડ રહે. ભરવાડના મુવાડા અને ૨) મુકેશકુમાર જશવંતસિહ બારીયા રહે. સવેલા નામના નકલી પોલીસ બનેલ શખ્શો ની ધરપકડ કરી બાઈક લઈ ફરાર થયેલા મિતેષગિરી સંજયગીરી ગોસ્વામી (રહે, સવેલા) વિરુદ્ધ ઇપીકો કલમ-૧૭૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.