અરવલ્લી : માંકરોડા નજીક ઘાસચારાના ખાનગી ડેપોમાં લાગી આગ, ઘાસચારો બળીને ખાક

અરવલ્લી જીલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકા પાસે જ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબદ્ધ હોવાથી જીલ્લાના અન્ય વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડના અભાવે ભારે નુકશાન ભોગવવાનો વારો આવે છે.
ભિલોડાના માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં કોઈ ક કારણોસર આગ લાગતા લોકો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરતાં નિષ્ફ્ળ રહ્યા હતા. ડેપોમાં રહેલો ઘાસચારો બળીને સંપૂર્ણપણે ખાક થતા ખેડૂત પર આભ તૂટી પડ્યું હતું. ગોડાઉનમાં લાગેલી આગે અનેક રહસ્યો સર્જ્યા હતા.
ભિલોડાના માંકરોડા ગામના ભવાન પટેલ ખેડૂત સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળયેલા હોવાથી તેમના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો સંગ્રહ કરવા ગોડાઉન બનાવ્યું હતું. જેમાં કોઈ ક કારણોસર આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેડૂત સહીત સ્થાનિક લોકો ખેતરમાં પહોંચી ગયા હતા અને લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા. ઘાસચારો સૂકો હોવાથી થોડીક જ મિનિટોમાં ઘાસચારો આગમાં ખાક થઈ મોટુ નુકસાન થતા ખેડૂતની હાલત કફોડી બની હતી. ઉપરાંત ભિલોડા તાલુકા મથકે ફાયર સ્ટેશન ફાળવવામાં આવે તેવી માંગપણ સ્થાનિક રહીશોમાં પ્રબળ જોવા મળી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMT