આખરે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો છોડ્યો હાથ, પહેર્યો ભાજપનો ખેસ

New Update
આખરે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો છોડ્યો હાથ, પહેર્યો ભાજપનો ખેસ

ઈ-મેઈલથી રાહુલગાંધીને રાજીનામું મોકલાવ્યું, કોંગ્રેસનાં ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી નારાજગીનો દોર ચાલી રહ્યો છે. ખાસ કરીને સિનિયર નેતાઓની સંગઠનમાં અવગણાન કરવામાં આવતી હોવાના મુદ્દાને લઈને વધુ ચર્ચાઓ ચાલી હતી. તેવામાં જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળીયાએ આખરે પોતાની નારાજગીનો અંત આણી દિધો છે. અંતે તેમણે ભાજપ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. કુંવરજીએ વિધાનસભા અધ્યક્ષના ઘરે જઈને રાજીનામું આપ્યું હતું. બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

કુંવરજી વળીયાના ભાજપમાં જોડાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુંવરજીભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇ શકે છે. તેમણે રાહુલ ગાંધીને ઇ-મેલથી રાજીનામું મોકલ્યું હતું. કુંવરજીના આગમનથી સૌરાષ્ટ્રમાં ભાજપ મજબૂત થશે. કુંવરજી બાવળિયા સાથે કોંગ્રેસના ઘણા સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. તેમના સાથીદાર અને મંત્રી પરસોતમ સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં ભાજપના અને કોંગ્રેસના તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ તેઓ કમલમ પહોંચ્યા હતા, જ્યાં કુંવરજી બાવળીયા ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા.

કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના સભ્યપદના બદલે ધારાસભ્ય પદેથી સીધું જ રાજીનામું આપી દેતા તેમને રાજ્ય મંત્રી મંડળમાં સમાવવા અંગે હાલ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા સિનિયર આગેવાન કુંવરજી ભાઈને ભાજપ લોકસભા ચૂંટણી લડાવે અથવા તો બોર્ડ નિગમમાં ચેરમેન પદની ભેટ આપી શકે છે. કુંવરજી બાવળીયા હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

Latest Stories