આગાહી વન્સ અગેઇન ,પાંચ દિવસ માં થશે મેઘ મહેર !

New Update
આગાહી વન્સ અગેઇન ,પાંચ દિવસ માં થશે મેઘ મહેર !

મધ્યપ્રદેશ માં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ના કારણે ભારે વરસાદ થવાની શક્યતા

વરસાદ ની સીઝન શરૂ થાય તે અગાઉ હવામાન વિભાગ દ્વારા સામાન્ય કરતા વધુ વરસાદ આ વર્ષે વરસે તેવી આગાહી કરવામાં આવી હતી,પરંતુ હવે જુલાઈ મહિનો પણ તેની પૂર્ણતાને આરે છે ત્યારે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ હાલ માં પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ની સ્થિતિ ના પરિણામ સ્વરૂપે ભારે વરસાદ ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.અને આ સ્થિતિ ના કારણે ગુજરાત માં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદ થઇ શકે છે.

કહેવાય છે કે સામાન્ય રીતે જુલાઈ મહિના માં વરસાદ સારો પડતો હોય છે પરંતુ હવે જુલાઈ મહિનો તેના અંતિમ તબક્કા માં ચાલી રહ્યો છે તો પણ વરસાદ મોસમ મુજબ નો થયો નથી તેથી આ અંતિમ દિવસો માં મેઘરાજા ભરપૂર કૃપા વરસાવે અને મન મૂકીને વરસે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યું છે.

વધુ માં જો ઉપરવાસ માં ભારે વરસાદ પડે તો સરદાર સરોવર નર્મદા ડેમ માં પણ પાણી ની આવક વધી શકે છે,અને ડેમ છલકાશે તો નર્મદા નદીમાં ઘટેલા જળ નો પ્રવાહ પુનઃ ધબકતો થઇ જશે.અને નર્મદા ના નીર પર નભતા જીલ્લા ઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

Latest Stories