મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો
સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી
રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા
બહેને નોંધાવી પોલીસ ફરિયાદ
ભાઈ સહિત બે આરોપીની ધરપકડ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાં રૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.