આમોદઃ દહેજની કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાતાં કપાસનાં પાકને નુકશાન

New Update
આમોદઃ દહેજની કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાતાં કપાસનાં પાકને નુકશાન

તાલુકાના 20થી વધુ ગામોના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત

આમોદ પંથકમાં ખેડૂતોએ રોપેલા કપાસનાં પાકમાં નુકશાની થઈ હોવાની વિગતો સામે આવી છે. જેમાં દહેજમાં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ગેસનાં કારણે પાકને નુકશાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ મુદ્દાને લઈને ખેડૂતોએ આજે મામલતદાર કચેરીએ આવી આવેદનપત્ર પાઠવ્યું હતું.

publive-image

આમોદ પંથકનાં 20થી વધૂ ગામના ખેડૂતો આજે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાલુકાનાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનાં બીજ રોપતાં અંદાજે 20 દિવસ ઉપરાંતનો સમય વીતિ ગયો છે. પીયત કરતાં ખેડૂતોનો કપાસનો પાક ઉગી તો નીકળ્યો છે પરંતુ છોડનાં પાન લાંબા થઈ જતાં છોડનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. જેનું કારણ દહેજમાં આવેલી કંપનીઓ દ્વારા હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતાં કપાસનાં પાકને નુકશાન થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે એમ પણ જણાવ્યું છે કે, કંપની દ્વારા છોડાયેલા ટુફોરડી ઈથાઈલ એસ્ટર ગેસ ઘણો જ જોખમી હોય તેની અસર આગામી 10 વર્ષ સુધી વર્તાતી હોય છે.

publive-image

ખેડૂત અગ્રણીઓનું માનીએ તો કંપનીઓ પોતાના થોડા ક નફા માટે પ્રદૂષણને લગતા નિયમોનું પાલન કરતા નથી. અને તેમના મનસ્વીપણાને કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. જેથી આવા ઓદ્યોગિત એકમો ગેરકાયદેસર રીતે હવામાં ઝેરી ગેસ છેડવાનું બંધ કરે તેવી માંગ સાથે તંત્રને રજૂઆત કરી છે.

Latest Stories