Connect Gujarat
ટેકનોલોજી

ઈસરોએ શ્રીહરીકોટાથી એક સાથે 28 સેટેલાઈટ લોન્ચ કર્યા

ઈસરોએ શ્રીહરીકોટાથી એક સાથે 28 સેટેલાઈટ લોન્ચ કર્યા
X

ભારતના એમિસેટથી Pak-આતંકીઓ પર અંતરિક્ષમાંથી નજર રાકશે

ચેન્નાઈ ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 28 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. સવારે 9.27 વાગે પીએસએલવી-સી 45 રોકેટની મદદથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરશે.

ઇસરોનું આ પહેલું એવું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ્સને સ્થાપિત કરશે।PSLV C45 દ્વારા જે સેટેલાઇટ્સ લોન્ચ થયું તેમાં સૌથી મહત્વપૂર્ણ EMISAT છે એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ. આ ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે. આ આખા મિશનમાં ઇસરોને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય લાગશે.આ ઇસરોનો 47મો PSLV પ્રોગ્રામ છે, જ્યારે એવું પહેલું વખત બન્યું કે જેના દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટને લોન્ચ કરાયું. પહેલાં રોકેટ 749 કિલોમીટરની કક્ષામાં EMISATને સ્થાપિત કરશે અને પછી 504 કિલોમીટર ઑબિટ પર 28 બીજા સેટેલાઇટ્સને લોન્ચ કરશે.

આ મિશનને પહેલાં 12મી માર્ચના રોજ લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ ખરાબ હવામાનના લીધે તેને 1 એપ્રિલના સુધી ટાળી દેવાયું હતું. આ સેટેલાઇટ મિશન પર ઇસરો અને ડીઆરડીઓએ સંયુકત રીતે કામ કર્યું છે.ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું આ પહેલું એવું મિશન જેમાં સામાન્ય લોકોની હાજરીમાં લોન્ચ કરાયું. તેના માટે ઇસરો એ એક ગેલેરી તૈયાર કરી હતી. તેમાં 5000 લોકો બેસી શકે. આ ગેલેરીથી બે લોન્ચપેડ દેખાતા હતા

Next Story