ઈસરો ડિસેમ્બરમાં 30 નેનો ઉપગ્રહ અવકાશમાં તરતા મુકશે

New Update
ઈસરો ડિસેમ્બરમાં 30 નેનો ઉપગ્રહ અવકાશમાં તરતા મુકશે

IRNSS -1એ અવકાશમાં તરતો મૂકવાના નિષ્ફળ પ્રયાસ બાદ ભારતીય અવકાશ સંસ્થા ઇસરો આવતા ડિસેમ્બરમાં 30 વિદેશી નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ - 2 અવકાશમાં તરતો મૂકશે.

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરનાં ડિરેક્ટર ડો. કે. સિવાને જણાવ્યું હતું કે ઇસરો ડિસેમ્બરથી શ્રેણીબદ્ધ લોન્ચિંગમાં વ્યસ્ત રહેશે. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં વિદેશના 30 નેનો ઉપગ્રહો સાથે કાર્ટોસેટ 2ને અવકાશમાં રવાના કરવાનું મિશન હાથ ધરાશે. એ બાદ તરત જ IRNSS - 1નાં સ્થાને બીજો ઉપગ્રહ પણ અવકાશમાં તરતો મુકાશે.

IRNSS - 1એ તેની એટોમિક ઘડિયાળ બંધ થઇ જતાં નિષ્ફળ ગયો હતો. આ બંને લોન્ચિંગ શ્રીહરિકોટા ખાતેના પહેલા લોન્ચિંગ પેડ પરથી થશે. જો કાર્ટોસેટ - 2 ઉપગ્રહનું લોન્ચિંગ મોડું થશે તો તે IRNSS - 1એ નું પ્રસ્થાન વિલંબમાં મુકાશે. કેમ કે બંને લોન્ચિંગ પહેલા પેડ પરથી થવાના છે.

હવે પછી જીએસએલવીના ત્રણ લોન્ચિંગ હાથ ધરાશે. એ ત્રણે શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડ પરથી હાથ ધરાશે.