/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/22_11_2018-train-on_18667513.jpg)
ઉત્તરપ્રદેશમાં એકવાર ફરી રેલ દુર્ઘટના ઘટી છે. બુધવારે મોડી સાંજે મુરાદાબાદ-બરેલીની વચ્ચે ખાલી ટ્રેનના ઘણા ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનનું એન્જિન અને 6 ખાલી ડબ્બાઓ પાટા પરથી ઉથલી પડ્યા હતા. જેના કારણે અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/11/2018_11large_derailed.jpg)
જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી. આ ઘટનાને પગલે અત્યાર સુધી કુલ 17 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટના પછી ઘણા સીનિયર ઓફિસરો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઘટના પર જેસીબી, એમ્બુલન્સ અને સ્થાનિક પોલીસ પણ પહોંચી છે. જે સ્ટેશનના ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, હાલ ત્યાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રીઓને મુશ્કેલી ન પહોંચે. આ દુર્ઘટનામાં કોઇ ઘાયલ થયું તો નથી, તેમ છતા અમુક ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
SPN 43297 (Railway) & 05842223462 (BSNL)
BE 3101 (Railway) & 05812558161 & 05812558162 (BSNL)
MB 2101(Railway) & 05912420962 &1072 (BSNL)