ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ઉનાળુ ખેતીમાં કાળા તલની સફળ ખેતી કરતા અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો

New Update
ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ઉનાળુ ખેતીમાં કાળા તલની સફળ ખેતી કરતા અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ઉનાળુ ખેતીમાં કાળા તલની સફળ ખેતી અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ કરી છે. જો કે હવે આ તલનું વેચાણ ક્યાં અને કેવી રીતે કરવું તે એક સવાલ છે.

ગુજરાતના ખેડુતો હવે પરંપરાગત ખેતી કરતા કંઇક વિશેષ પ્રકારે પાકની વાવણી કરી સારી ઉપજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવો એક નવતર પ્રયોગ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જીવણપુર ગામના ખેડુતે કર્યો છે. આ ખેડુતે તેમના ખેતરમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર કાળા તલની વાવણી કરી છે અને સારી ઉપજની આશા સેવી રહ્યા છે.. કાળા તલની ખેતી ગુજરાતમાં ફક્ત સૌરાષ્ટ્રમાં થાય છે. ખેતીની પદ્વતિમાં જાજો ફેર નથી જેમ સફેદ તલની વાવણી થાય તેવી જ રીતે કાળા તલ પણ વાવવામાં આવે છે. દર દસ દિવસે પાણી અચુક આપવુ પડે છે અને જીવાત પડે તો જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવો પડે છે.

કાળા તલ સફેદ તલની સરખામણીમાં મોંધા ભાવે બજારમાં વેચાય છે. હાલ એક મણના ઓછામાં ઓછા બે હજાર ઉપજી શકે તેમ છે. જોકે ખેડુતના જણાવ્યા અનુસાર આ તલના બજાર ની જાણકારીના અભાવે તેનો યોગ્ય ભાવ મળતો નથી.આ તલનો ઉપયોગ પુજા માટે પણ કરવામાં આવે છે અને ઘણી ઔષધીઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જિલ્લાના ખેડૂતો નવતર અભિગમ અપનાવી વિવિધ પાક લેવાનું સાહસ તો કરી રહ્યા છે. પણ યોગ્ય બજારના અભાવે તેમને જોઇએ તેવો ભાવ મળતો નથી.

અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે આધુનિક બન્યા છે,, વિવિધ જાતનું ઉત્પાદન પણ કરી રહ્યા છે, જો કે ખેડૂતોએ આ પ્રકારનું ઉત્પાદન ક્યાં અને કેવી રીતે વેચવું તેની કોઇ જાણકારી નથી. પણ જો ખેડૂતને ચોક્કસ દિશા મળી જાય તો આવનારા દિવસોમાં જિલ્લાનો ખેડૂત ખેતીમાં નવી ખેતી પણ કરી શકશે.