New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Screenshot_20190927-223257_Video-Player.jpg)
ઉમરપાડાના દેવઘાટ પર હાલ કુદરતી નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા દૂર દૂર થી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે ત્યારે કુદરતી સંપત્તિ સોળે કળાએ ખીલી ઉઠી છે.ત્યારે સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા ના દેવઘાટ ધોધ પર આહવાલાદક દ્રશ્યો અને કુદરતી સૌંદર્ય નો નજારો જોવા મળી રહ્યોં છે.વરસી રહેલા સતત વરસાદને લીધે નજારો રમણીય થયો હતો. હાલ જ સરકાર દ્રારા દેવઘાટ ને પ્રવાસન તરીકે વિકસાવામાં આવ્યું છે. આ નજારો નો લ્હાવો લેવા પ્રવાસીઓ નો વધુ ધસારો જોવા મળી રહ્યો છે.