New Update
/connect-gujarat/media/media_files/2025/06/08/buWbEwRh17bZfHQEZjqD.jpg)
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ઝાડેશ્વર રોડ પર આવેલ તા.૦૫/૦૬/૨૦૨૫નાં રોજ ફરીયાદી હર્નીશભાઈ ધીરેન્દ્રભાઈ સોલકીએ તેમની હર્નીશ ઓટો મોબાઈલ દુકાનમાં કામ કરતા નઈમ અબ્દુલ રાજે અલગ અલગ કંપનીની બેટરી નગ-૧૮ તથા મો.સા.ના સ્પેરપાર્ટસની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
આ મામલામાં સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. બી.એસ.શેલાણા તથા પી.એસ.આઈ.એસ.એસ પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપી નિકોરા ગામ ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે આરોપી નઈમ અબ્દુલભાઈ રાજ રહે. નિકોરા ગામ લીમડા ફળીચું તા.જી.ભરૂચ અને મહમદ સોયબ યાકુબભાઈ ખત્રી રહે. નિકોરા ગામ નવરંગપુરા ફળીયું તા.જી.ભરૂચને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂ.27 હજારની કિંમતનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
Latest Stories