New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/579529-shah-rukh-khan-hrithik-roshan-678x381.jpg)
એક ખાનગી ન્યુઝ સ્પોટે કરેલા બેસ્ટ એકટર ઓફ 2017નાં મતદાનમાં ઋત્વિક રોશન મેદાન મારી ગયો છે. જુનિયર રોશને 68 ટકા મત મેળવીને શાહરૃખ ખાનને પછાડયો છે.
ઋત્વિક રોશનને ફિલ્મ કાબિલની ઉત્તમ ભૂમિકા માટે આ ગર્વ પ્રાપ્ત થયુ છે. આ એક થ્રિલર ડ્રામા હતો જેમાં ઋત્વિકે પ્રજ્ઞાાચક્ષુનો રોલ ભજવ્યો હતો. ઋત્વિક , શાહરૃખ, અક્ષય કુમાર, સલમાન ખાન અને વરુણ ધવનને મહાત આપીને 2017નો બેસ્ટ એકટરનો એવોર્ડ જીતી ગયો.
આ મતદાનમાં હૃતિકે કાબિલ માટે 68 ટકા, શાહરૃખે રઇસ માટે 16 ટકા, વરુણ ધવને બદ્રીનાથ કી દુલ્હનિયા માટે 2 ટકા, સલમાન ખાને ટયુબલાઇટ માટે 6 ટકા,અક્ષય કુમારે ટોઇલેટ એક પ્રેમકથા માટે 4 ટકા અને રાજ કુમાર રાવે ન્યુટન માટે 4 ટકા મત મેળવ્યા છે.