New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/547216-akshay-arshad-jolly-llb-2-crop.jpg)
અક્ષયકુમાર અને અરશદ વારસી એક ફિલ્મમાં એક સાથે જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મ અન્ય કોઈ નહીં પણ 'જોલી એલએલબી'નો ભાગ ત્રીજો હોવાની ચર્ચા છે. આ ફિલ્મનાં પહેલા બન્ને ભાગ સફળ રહ્યા હોવાથી ત્રીજો મણકો બનવાની તૈયારી શરૃ થઈ ગઈ છે.
આ ફિલ્મનાં પહેલા ભાગમાં અરશદ વારસી હતો જ્યારે બીજા ભાગમાં એના સ્થાને અક્ષયકુમારને લેવામાં આવ્યો હતો અને હવે ત્રીજા ભાગમાં આ બન્નેને લેવામાં આવે એવી ચર્ચા છે. આ બન્ને વકીલની ભૂમિકામાં હશે અને સામસામી દલીલો કરશે. હાલ તો આ ફિલ્મના નિર્માતા ગુલશન કુમારની બાયોપિક 'મુગલ'ના નિર્માણમાં વ્યસ્ત છે.
આ ફિલ્મનું શૂટિંગ આટોપ્યા બાદ જોલી એલએલબીનાં ત્રીજા ભાગનું શૂટિંગ શરૃ કરવામાં આવે એવી શક્યતા છે.
Latest Stories