Connect Gujarat
ગુજરાત

એપ્રિલમાં ઉનાળો બનશે આકરો, હવામાન વિભાગે કરી મોટી આગાહી..!

એપ્રિલમાં ઉનાળો બનશે આકરો, હવામાન વિભાગે કરી મોટી આગાહી..!
X

હવે હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે હિટવેવની આગાહી છે.

હવામાન વિભાગના મતે, વેરાવળ, પોરબંદર અને દીવમાં ગરમ પવન ફૂંકાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે, તેવા એંધાણ વ્યક્ત કર્યા છે. રાજ્યમાં ઉત્તર- પશ્ચિમ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, રાજ્યભરમાં આગામી બે દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે.

મંગળવારે ઉત્તર ગુજરાતના ડિસામાં ૪૨.૦૦ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો વડોદરા શહેરમાં ૪૨.૦૦ડિગ્રી અને રાજકોટમાં ૪૨.૦૫ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભુજમાં ૪૧.૦૮સુરેન્દ્રનગરમાં ૪૩.૩ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં ૪૨.૦૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદનું સૌથી વધુ ૪૩.૦૪ તાપમાન ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી તાપમાનમાં વધારો થયો છે. રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોના કારણે ઊનાળો આકરા પાણી રહેશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરોનો પારો ઉંચો જઈ રહ્યો છે અને તેના કારણે જ ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન બે ડિગ્રી વધારે નોંધાયું હતું.

Next Story