રવિવાર તા. ૨૮ મી જુલાઈ ૨૦૧૯ ભરૂચના ઈતિહાસમાં આ તારીખ સુવર્ણ અક્ષરે લખાશે. જેમની રગેરગમાં અમિતાભ બચ્ચન વસે છે એવા યજ્ઞેશ મસાણીના સઘન પ્રયત્નોથી નીલકંઠેશ્વરના રસ્તે આવેલી ગ્રીનરી હોટલ ખાતે સાંજે અમિતાભ બચ્ચનના ચાહકો મળ્યા, ચેનલ નર્મદાના બ્યૂરો ચીફ જીગર દવેએ અમિતાભ બચ્ચનના જીવનની ઝાંખીની ફિલ્મ બતાવી સૌની દાદ મેળવી, કે.બી.સી.માં પ્રેક્ષક ગેલેરીમાં બે વાર જઈ આવેલા તેજલબહેને એમના અનુભવોથી સૌને ભાવવિભોર બનાવ્યા. અમદાવાદથી પધારેલો એમનો પરિવાર ફરી કે.બી.સી.માં જશે એવી જાહેરાત થઈ.

પરેશ સોનીએ અમિતાભ બચ્ચનની ચડ-ઉતર, એમના જીવન સાથે સરખાવી એમની પ્રગતિનો યશ એ.બી.ને આપ્યો.

અમિતાભ બચ્ચન બરાબર રેખા એવું ભારપૂર્વક આ બ્લોગ લખનારાએ કહ્યું જયા ભાદુરીએ પત્નીવ્રતા શબ્દ સાર્થક કર્યો છે.

મનોજભાઈ (બિલ્ડર) અમિતાભ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી, એક નવી ઓળખાણ આપી. બંકીમભાઈ, સુનિલ નેવે, કમલભાઈ શાહ અમિતાભ બચ્ચનના ફેન મજબૂત કડીરૂપ બન્યા તેનો સૌને આનંદ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here