/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/762c150e18f43d4f18e9575e27874975-e1483766776453.jpg)
બોલીવૂડના પીઢ અભિનેતા ઓમપુરીનું 66 વર્ષની વયે શુક્રવારના રોજ નિધન થયુ હતુ. જેમાં હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયુ હોવાનું માનવામાં આવ્યુ હતુ, પરંતુ બાદમાં કંઈક અલગ ચિત્ર જ જોવા મળી રહ્યુ છે.
મોત દરમ્યાન તેમનું શરીર રસોડામાં નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યુ હતુ તેમજ પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે માથામાં દોઢ ઇંચ ઉંડો ઘા થયો હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણવ્યા અનુસાર તેમનો ડ્રાઈવરે સવારે ઘરે આવીને દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા તેણે આસપાસના લોકો અને વર્સોવા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે પ્રોડ્યૂસર ખાલિદ કિડવાઈએ મીડિયાને જણાવ્યુ હતુ કે મોત પહેલા તેમની પત્ની નંદિતા જોડે જીભાજોડી થઇ હતી. તો બીજી તરફ નંદિતાએ ખાલિદ અને ડ્રાઈવરને ઓમપુરીના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
પોલીસના દાવા મુજબ ઓમપુરી મૃત્યુ સમયે દારૂના નશામાં હતા, પોલીસે આ અંગે કેસનોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે હાલની બાબતોને ધ્યાનમાં લેતા સ્પષ્ટ નથી થયુ કે ઓમપુરીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે કે માથામાં થયેલ ઇજાને કારણે થયેલ છે એમાં પણ માથામાં ઇજા પડી જવાથી થઇ છે કે પછી બીજું જ કોઈ કારણ જવાબદાર છે.