કચ્છની કેસર કેરીના ચાહકોની આતુરતાનો હવે અંત : માર્કેટયાર્ડમાં કેરીનું આગમન

New Update
કચ્છની કેસર કેરીના ચાહકોની આતુરતાનો હવે અંત : માર્કેટયાર્ડમાં કેરીનું આગમન
  • અંજાર એપીએમસી માર્કેટયાર્ડમાં કેરીનું આગમન
  • પ્રારંભમાં ૧૦૦ રૂપિયા કિલોના ભાવે કેસર કેરી વેચાઈ રહી છે.
  • અછત હોવાથી કેરીનો ફાલ ઓછો

કચ્છની કેસર કેરીના ચાહકોની આતુરતાનો હવે અંત આવી ગયો છે.અંજાર એપીએમસી માર્કેટયાર્ડમાં કેરીનું આગમન થઈ ગયું છે. પ્રારંભમાં ૧૦૦ રૂપિયા કિલોના ભાવે કેસર કેરી વેચાઈ રહી છે.

કચ્છની કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. તાલાલા અને ગીરની કેરીના આગમન બાદ અંતે બજારમાં કચ્છની કેસર કેરી પ્રવેશી છે. આ વખતે અછત હોવાથી કેરીનો ફાલ ઓછો થયો છે. પણ સારી એવી માત્રામાં ઉત્પાદન થવા પામ્યું છે. અંજાર માર્કેટ યાર્ડમાં સિઝનની પ્રથમ કેરીનું આગમન થયું છે. જે ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવી છે. ધીમે ધીમે કચ્છ તેમજ મુંબઇ-ગુજરાતની બજારોમાં કચ્છની કેસર કેરી જોવા મળશે.

Latest Stories