Connect Gujarat

કટકમાં ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ T - 20 મેચ 

કટકમાં ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ T - 20 મેચ 
X

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T - 20 સિરીઝનો પ્રથમ મુકાબલો બુધવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે યોજાશે.વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે,ભારતીય ટીમ ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં જીત મેળવ્યા બાદ T - 20 સિરીઝમાં પણ પોતાનો દબદબો જાળવી રાખવાના ઇરાદે ઉતરશે.

ભારતીય ટીમ હવે T - 20 સિરીઝમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે તેવામાં આ સ્ટેડિયમમાં પોતાના જૂના રેકોર્ડને ભૂલી જીત મેળવવાના ઇરાદે ઉતરશે. કટકમાં ભારતે અત્યાર સુધી માત્ર એક T - 20 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો.

Next Story
Share it