Connect Gujarat
લાઇફસ્ટાઇલ

કપિલ શર્માના શોમાં ‘સરબજીત’ના પ્રમોશન માટે આવી બચ્ચન વહુ ઐશ્વરીયા

કપિલ શર્માના શોમાં ‘સરબજીત’ના પ્રમોશન માટે આવી બચ્ચન વહુ ઐશ્વરીયા
X

કલર્સ પર કપિલનો શો બંધ થયા બાદ લોકો કપિલને ઘણો મિસ કરતા હતા. પરંતુ કપિલે ફરી સોની પર પોતાનો નવો શો ‘ધ કપિલ શર્મા શો’ શરૂ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. તેનો આ શો પહેલા દિવસથી જ હીટ થઇ ગયો છે.

રવિવારે કપિલનો શો ખૂબ જ ખાસ રહ્યો હતો. કારણકે રવિવારે ફિલ્મ ‘સરબજીત’ની સ્ટાર કાસ્ટ કપિલ શર્માના શો પર ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. ઐશ્વરીયા રાય, રણદીપ હૂડા અને ફિલ્મના ડિરેક્ટર ઉમંગ કુમારે કપિલના શોમાં ખૂબ જ એન્જોય કર્યું હતું.

4g7vNlE4બચ્ચન વહુ ઐશ્વરીયા રાય સફેદ સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર લાગી હતી. સેટ પર શોના બધા જ કલાકારોએ સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું. સુનિલ ગ્રોવરે ઐશ્વરીયા માટે “હમ દિલ દે ચૂકે સનમ” સોન્ગ પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સમાં ઘણી ફની મોમેન્ટસ પણ હતી.

Next Story
Share it