/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/dfsf-1.jpg)
પોલીસે બે આરોપી સાથે કુલ રૂપિયા ૧૧,૪૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલેજ - નારેશ્વર રોડ પર આવેલા રારોદ ગામમાંથી જુગાર રમતા બે જુગારીયાઓ ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે અન્ય બે જુગારીઓ ફરાર થઈ જવા પામ્યા હતા.
પાલેજ - નારેશ્વર રોડ પર આવેલા કરજણ તાલુકાના રારોદ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કરજણ પોલીસે રારોદ ગામના ખત્રી ફળીયાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે ચાર ઇસમો જુગાર રમતા હોઇ તેઓને કોર્ડન કરી છાપો મારતા હેમંત ઇશ્વર વસાવા રહે. રારોદ તથા પ્રહલાદ ભીખા વસાવા રહે. ઓઝ ઝડપાઇ જવા પામ્યા હતા.
જ્યારે વિજય ચંદુ વસાવા તેમજ દિનેશ બચુ વસાવા રહે. ઓઝ નાઓ પોલીસને ચકમો અાપી ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા બંનેની પોલીસે અંગઝડતી લેતા તેઓ પાસેથી રૂપિયા ૧,૦૨૦ તથા દાવ ઉપરના ૧૦,૪૫૦ મળી કુલ રૂપિયા ૧૧,૪૭૦ સાથે ઝડપી લઇ ચારેવ વિરૂધ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.