કરજણ: કોઠીયા ગામના સ્ટેન્ડ નજીક છ માસ અગાઉ બનાવવામાં આવેલ નાળામાં પડી મોટી તિરાડો

New Update
કરજણ: કોઠીયા ગામના સ્ટેન્ડ નજીક છ માસ અગાઉ બનાવવામાં આવેલ નાળામાં પડી મોટી તિરાડો

કરજણ તાલુકાના સીમરી ચોકડી નજીક પાસેથી રણાપુર જવાના એક માર્ગીય માર્ગ પર આવેલ કોઠીયા ગામના સ્ટેન્ડ નજીક આવેલ જૂનું નાળુ તોડીને નવા નાળાના નવનિર્માણની કામગીરી ૬ માસ અગાઉ પી.ડબ્લ્યુ.ડી દ્વારા કોઈ એજેન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ નાળાના નવનિર્માણ થયે હજુ ૬ માસ જ થયા છે અને નાળા પર મોટી તિરાડો પડી જતા લોકમુખે ગેરરીતી થયાની બૂમો ઉઠવા પામી છે. જ્યારે નાળામાં માટી નાંખીને કરવામાં આવેલ પુરાણ પણ સામાન્ય વરસાદમાં ધોવાણ થઈ જતા નાળુ ગમે ત્યારે બેસી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

publive-image

જેના કારણે કોઈપણ સમયે નાળા પાસેથી પસાર થતા વાહનચાલકો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ વાહનચાલકો સેવી રહ્યા છે. એજન્સી દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના પગલે નાળાની બન્ને બાજુમાં માટીનું કરવામાં આવેલ પુરાણ ધોવાઈ ગયું છે. હાલ નાળુ ફક્ત કપચી, સિમેંટના માલના આધારે ટકી રહ્યું છે. ત્યારે સીમરી અને રણાપુર થઈને દિવેર, સાધલી, શિનોર તરફ જવાનો માર્ગ વાહનચાલકો માટે સરળ પડતો હોઇ મોટી સંખ્યામાં વાહનો નાળા પરથી પસાર થઈ રહ્યા છે.

publive-image

જેથી તંત્ર દ્વારા વહેલી તકે નવ નિર્માણ નાળા મા રીપેરીંગ કરવામાં નહિ આવે તો મોટી દુર્ગટના સર્જાય તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે. ત્યારે કોઠીયા ગામના ઉપ સરપંચ અપ્પુભાઈ માછી અને રણાપુર ગામના પૂર્વ સરપંચ સહિત સ્થાનિક લોકો દ્વારા એજન્સી દ્વારા નાળાની કામગીરીમાં કરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે અને વહેલી તકે તપાસ કરવામાં નહિ આવે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

publive-image

વધુમાં ગામલોકો દ્વારા એજેન્સી સામે નાળાની કામગીરીની જાણકારી સુચવતું બોર્ડ નહિ લગાવવામાં આવતા અને કામગીરી તકલાદી કરી હોવા છતાં તંત્ર દ્વારા એજન્સીને કામગીરીના નાણાં ચૂકવી દેવાતા પી.ડબ્લ્યુ.ડી.ની કામગીરી પર પણ શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે તકલાદી કામગીરી કરનાર અને વેઠ ઉતારનાર એજન્સી સામે શું પગલાં ભરવામા આવે છે. એ તો આવનાર સમય જ બતાવશે.