New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/2-3.jpg)
ભારતીય નૌસેનામાં કલવરી શ્રેણીની બીજી સબમરીન ખાંદેરીને આજરોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સુભાષ ભામરે દ્વારા મઝગાંવ ડોક શિપયાર્ડ ખાતેથી જલાવરણ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ છે તેમજ એન્ટી મિસાઈલ અને પરમાણુ મિસાઈલની પણ ક્ષમતા ધરાવે છે તેમજ દુશ્મની રડારમાં આસાનીથી આવી સકતી નથી અને દુશ્મનની શિપ પર જોરદાર હુમલો કરી શકે છે.
આ સબમરિનનું નામ મરાઠા રાજ્યના કિલ્લાના નામ પરથી ખાંદેરી રાખવામાં આવ્યું છે તેની ટ્યુબ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે જમીન અને પાણી બંને જગ્યાએથી એન્ટી શીપ મિસાઈલ લોન્ચ કરી શકાય છે.જેને કારણે ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે અને તે વધુ સક્ષમ બની છે.