કુંવરજીના BJPમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં કેબિનેટ મંત્રીના શપથ

New Update
કુંવરજીના BJPમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં કેબિનેટ મંત્રીના શપથ

કુંવરજીની શપથવિધિમાં મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. આજે ભાજપમાં જોડાયાનાં માત્ર ચાર કલાકમાં જ તેમને કેબિનેટમંત્રી બનાવી દેવાયા છે.

publive-image

માત્ર ચાર કલાકનાં ટૂંકા ગાળામાં કુંવરજીએ કેબિનેટ મંત્રીનાં સપથ લીધા હતા. કુંવરજી બાવળિયાએ રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DYCM નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. જોકે આ તબક્કે પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

કોંગ્રેસમાંથી નારાજગી દર્શાવી આજે કુંવરજી બાવળીયાએ વિધાનસભા અધ્યક્ષના ઘરે જઈને રાજીનામું આપ્યું હતું. બાવળીયાના ભાજપમાં જોડાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.

માત્ર ચાર કલાકની આ યાત્રામાં કુંવરજી બાવળીયાએ મિનિસ્ટરના શપથ પણ લઈ લીધા છે. તેમને સ્વર્ણિમ સાંકુલ-૨માં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઓફિસ ફાળવવામાં આવી છે.

Latest Stories