કેલિફોર્નિયામાં દુનિયાનું સૌથી મોટા વિમાને સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી છે. સ્ટ્રૈટોલૉન્ચ વિમાનમાં છ બૉઇંગ 747 એન્જિન લગાવેલા છે. આ વિમાનની ખાસિયત છે કે આમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર રૉકેટ લૉન્ચ કરવામાં આવી શકે છે.

રિપોર્ટ અનુસાર, શનિવારે આ મોટા વિમાને પોતાની પહેલી યાત્રા મોઝાવેના રણની ઉપર કરી, આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રૉકેટ લઇ જવા અને તેને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યા છે. આ રૉકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે. હાલના સયમમાં ટેકઓફ રૉકેટની મદદથી ઉપગ્રહોને કક્ષામાં મોકલવામાં આવે છે. આની સરખામણીમાં ઉપગ્રહોને કક્ષા સુધી પહોંચાડવામાં આ ઓપ્શન વધુ સારો રહેશે.આનું નિર્માણ સ્કેલ્ડ કમ્પૉઝિટ્સ નામની એક એન્જિનીયરિંગ કંપનીએ કર્યુ છે. આ વિમાન એટલુ મોટુ છે કે, આના પાંખીયાનું ફેલાવ એક ફૂટબૉલ ગ્રાઉન્ડ જેટલુ છે

શનિવારે આ વિમાન હવામાં લગભગ અઢી કલાક સુધી રહ્યું. આને મેક્સિમમ 304 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી. આ વિમાનમાં એકસાથે ત્રણ રૉકેટ એટેચ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY