આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિંન્હા અને નવજોત સિંગ સિદ્ધુ આવતી કાલથી કોંગ્રેસને અનુલક્ષી ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં સભાનું સંબોધન કરશે.

આવતીકાલે મંગળવારના રોજ કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક નવજોત સિંગ સિદ્ધુ ગુજરાતની મુલાકાત બદલ જાહેર સભા સંબોધશે. નવજોત સિંગ સિદ્ધુ ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં સભા સંબોધશે.આવનાર દિવસોમાં નવજોત સિંગ સિદ્ધુ ગુજરાતનાં ખેડા, ગાંધીનગર, ભરુચ અને ગાંધીધામમાં સભા સંબોધશે.

કોંગ્રેસનાં બીજા સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિંન્હા ૨૦ એપ્રિલના રોજ ગુજરાતમાં ૩ સભા સંબોધશે. શત્રુઘ્ન સિંહા ગુજરાતનાં આણંદ, કચ્છ અને ભાવનગર ખાતે સભા સંબોધશે.

LEAVE A REPLY