ગાંધીધામમાં ઓઇલ ચોરીના કૌભાંડને CID દ્વારા પકડી પડાયો

New Update
ગાંધીધામમાં ઓઇલ ચોરીના કૌભાંડને CID દ્વારા પકડી પડાયો

આજ રોજ ગાંધીધામમાં CID ની ટીમે ઓઇલ ચોરીના કૌભાંડમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, આ આરોપીઓ 2 કરોડના મુદ્દા માલ સાથે CID દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. CIDની ટીમ દ્વારા કુલ 7.50 લાખ જેટલી રોકડ રકમ પણ કબજે કરી લેવામાં આવી હતી. કુલ 6 જેટલા ટેન્કર, ઓઇલ ડ્રમ અને ચોરીના સાધનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા કુલ 13 આરોપીઓમાંથી 6 આરોપીઓને મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે, હજુ પણ માસ્ટર માઇન્ડ ભરત આહીર CID ની પહોંચ થી ફરાર છે.

રિપોર્ટ મુજબ ટેંકરોને ગાંધીધામની ખુલ્લી જગ્યામાં લાવવામાં આવતી હતી, ત્યાર બાદ આ ટેંકરોમાંથી ડબ્બાઓમાં ઓઇલ ઠાલવવામાં આવતું હતું. આ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. દિવસ દરમિયાન 40 થી 50 ટેંન્કરો ભરીને ઓઇલ લઈ જવામાં આવતું હતું. જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ ગાંધીધામ, કંડલા અને અંજારમાં આવેલી ઓઇલ કંપનીઓમાંથી ઓઇલ ની ચોરી કરી નીકળતા હતા.

આ ઓઇલ ચોરીનો સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલતો હોવાનું માલૂમ પડ્યું છે, આ ઘટનામાં જેતે કંપનીના માલિકોની પણ મિલી ભગત હોવાની આશંકાઓ પણ વર્તાઇ રહી છે.

Latest Stories