/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/rajkot1.jpg)
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસતા વરસાદમાં પણ વિદ્યાર્થીઓ અને વન વિભાગે વિશ્વ સિંહ દિવસની કરી ઉજવણી. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇ- ઝેશન (યુનો)દ્વારા ૧૦ ઓગસ્ટને 'વિશ્વ સિંહ દિવસ ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યા બાદ છેલ્લા 4 વર્ષથી ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાય છે વિશ્વ સિંહ દિવસ.જિલ્લાનાં વિવિધ તાલુકાઓ અને સાસણમાં ભવ્ય રીતે વિશ્વ સિંહ દિવસ ઉજવાયો.
એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીરનું જંગલ.૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીરનાં જંગલ માં હાલમાં 523 જેટલા સિંહોનો વસવાટ છે.આ ઉપરાંત ગીર બોર્ડરને અડીને આવેલા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ના ૧૪૦૦૦ ચોરસ કિલોમીટર ના ગ્રામ્ય પંથકોમાં પણ ઘણા સિંહો વસી રહ્યા છે.આ અંતર્ગત સમગ્ર ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર, વેરાવળ, ગીરગઢડા, સાસણ સહિત સંઘ પ્રદેશ દીવમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી વિશ્વ સિંહ દિવસ ઉજવ્યો હતો. સિંહના મોરા પહેરી "સિંહ અમારો રાજા છે." સહિતના સૂત્રો બોલી શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. સાથોસાથ ગીર બોર્ડર ના ગામના લોકો સિંહને પરિવારનો સભ્ય ગણે છે. સિંહ ખેડૂતોનો મિત્ર છે.સિંહને કારણેજ ખેડૂતોનો પાક રોઝ અને જંગલી ભૂંડ થી નાશ પામતો અટકે છે. સિંહના સંરક્ષણ અને સંવર્ધનના કારણે લોકોમાં ઘણીજ જાગૃતિ આવી છે. સિંહને છંછેડવામાં ના આવે તો ક્યારેય મનુષ્ય પર હુમલો કરતો નથી.
આજે વિશ્વ સિંહ દિવસને લઈ વન કર્મીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થી ઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.વેરાવળ,કોડીનાર,ગિરગઢડા,કેન્દ્ર સાશિત પ્રદેશ દિવ તેમજ સાસણ ખાતે સિંહ સંદર્ભે વક્તવ્ય યોજાયા હતા. સિંહનો મૂડ પારખવા અંગે વન વિભાગ ના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.તો માનવ જીવન માટે સિંહ ની ઉપયોગીતા વિશે સમજ આપવામાં આવી હતી.ત્યાર બાદ ઢોલ શરણાઈના તાલે વિશાળ રેલીનું ઠેક ઠેકાણે આયોજન કરવામાં આવ્યું હતું.સાસણ ખાતે યોજાયેલી ભવ્ય રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી.આ તકે સિદી ધમાલ નૃત્યએ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું.