Top
Connect Gujarat

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો
X

હાલ ગુજરાતના અનેક જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.

હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તાર માં તો આણંદમાં પણ વરસાદે દસ્તક આપી છે. હાલમાં ગાંધી નગરમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે.આ સિવાય સાણંદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

Next Story
Share it