ગુજરાતની ધુરા સંભાળતા વિજય રૂપાણી,કમલમ ખાતે મળેલ બેઠક માં થઇ સત્તાવાર જાહેરાત

New Update
ગુજરાતની ધુરા સંભાળતા વિજય રૂપાણી,કમલમ ખાતે મળેલ બેઠક માં થઇ સત્તાવાર જાહેરાત

શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે થશે તાજપોશી, ડેપ્યુટી CM તરીકે નીતિન પટેલ ની પસંદગી

ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ભારે આશ્ચર્ય સાથે વિજય રૂપાણી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને ભાજપ ના કાર્યકર્તા ઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

CpGJrZtW8AAynRi

આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ પર થી રાજીનામુ ધરી દેતા તેઓના ઉત્તરાધિકારી તરીકે કોણે બેસાડવા તે અંગે ભારે ચર્ચા ઓ નો દોર શરુ થયો હતો.અને આ મુખ્યમંત્રી ની રેસ માં ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, પુરષોતમ રૂપાલા, નીતિન પટેલ ના નામો ની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી હતી.પરંતુ ભાજપ હાઇકમાન્ડ ની બેઠક અને ગુજરાત માં ધારાસભા ની બેઠક બાદ આખરે સિનિયોરીટી,જ્ઞાતિ પરિબળ અને અનુભવ વગેરે મુદ્દા ધ્યાને લેતા નીતિન પટેલ નું નામ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું.પરંતુ ભાજપ ની રણનીતિ મુજબ જ આખરે કોથળા માંથી બિલાડુ કાઢયું હતું અને વિજય રૂપાણી ની ગુજરાત ના નાથ તરીકે પસંદગી કરવામાં આવી છે.

CpGJuNoWEAA7MCb

ગાંધીનગર કમલમ ખાતે તારીખ 5મી ના રોજ સાંજે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કાર્યકારી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય નિર્ણાયકો નીતિન ગડકરી, સરોજ પાંડે,પુરષોતમ રૂપાલા સહિત રાજ્ય ના મંત્રીઓ અને ધારાસભ્યો ની ઉપસ્થિતિ માં બેઠક મળી હતી.જેમાં ચર્ચા વિચારણા બાદ વિજય રૂપાણી ના નામ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

CpGJwokWYAAOePD

CM તરીકે વિજય રૂપાણી ના નામ ની જાહેરાત થતા સૌ કોઈ માં ભારે આશ્ચર્ય સર્જાયું છે,જયારે નીતિન પટેલ નું નામ મુખ્યમંત્રી પદ પરથી હટાવી ને ડેપ્યુટી CM પદ પર પસંદગી કરવામાં આવી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.