ગુજરાતમાં દારૂ પીનારા અને વેચનારને થઇ શકે છે 10 વર્ષની સજા
BY Connect Gujarat15 Dec 2016 2:02 PM GMT

X
Connect Gujarat15 Dec 2016 2:02 PM GMT
ગુજરાત માં દારૂ બંધીના લુલા કાયદાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરુ કરી છે,દારૂ ઉપરાંત હુક્કાબાર સામે પણ હવે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અઘ્યક્ષ સ્થાને કેબિનેટની મીટીંગ મળી હતી જેમાં સરકાર દ્વારા દારૂ બંધી તેમજ હુક્કાબાર અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.સરકાર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં હુક્કાબાર,દારૂ પીનારા,વેચનારા,સંગ્રહ કરનારા કે હેરાફેરી કરનારા સામે ત્રણ વર્ષની સજાની જોગવાઈના બદલે 10 વર્ષની સજાની જોગવાઈ કરવાનું નક્કી કર્યું છે.
આ અંગે ની દરખાસ્ત સરકાર દ્વારા રાજ્યપાલ ને મોક્લવામાં આવી છે અને રાજ્યપાલની તેના પર સહી બાદ તુરંત જ કાયદાનો કડક હાથે અમલ શરુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
Next Story