ગુજરાતમાં બ્લુ વ્હેલનો પગ પેસારો, એક યુવકે ટાસ્ક પૂરો કરવા માટે કરી આત્મહત્યા

New Update
ગુજરાતમાં બ્લુ વ્હેલનો પગ પેસારો, એક યુવકે ટાસ્ક પૂરો કરવા માટે કરી આત્મહત્યા

ગુજરાતનાં પાલનપુરનાં યુવકે જીવલેણ સ્માર્ટ રમત બ્લુ વ્હેલનો ટાસ્ક પૂરો કરવા માટે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

જાણવા મળ્યા મુજબ બનાસકાંઠાનાં પાલનપુરનો રહેવાશી અશોક ઠાકોર નામનાં યુવકે બ્યુ વ્હેલનો ટાસ્ક પૂરો કરવા માટે પોતાના એફબી પેજ પર વિડીયો શેર કરીને આપઘાત અંગેની પરિવારજનોને જાણ કરી હતી.અને અંતિમ પગલુ ભર્યું હતુ.publive-imageઅશોક ઠાકરે બ્લુ વ્હેલ ગેમનો અંતિમ ટાસ્ક પૂરો કરવા માટે અમદાવાદ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યુ છે. અને ગુજરાતમાં બ્લુ વ્હેલ ગેમનાં કારણે આપઘાતનો પ્રથમ બનાવ પ્રકાશમાં આવ્યો છે.