New Update
/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત
મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Latest Stories