Connect Gujarat
ગુજરાત

ગુજરાત : દારૂબંધીનો કડક કાયદો, છેલ્લા ૨ વર્ષમાં ૩૭૧ કરોડની કિંમતના ૨૨,૦૦૦ વાહનો જપ્ત : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગુજરાત : દારૂબંધીનો કડક કાયદો, છેલ્લા ૨ વર્ષમાં ૩૭૧ કરોડની કિંમતના ૨૨,૦૦૦ વાહનો જપ્ત : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
X

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નિતિ અખત્યાર કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગની સતર્કતાને કારણે રાજ્યમાં દારૂબંધીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂ સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૨૪ કલાક મોનીટરીંગ કરીને ચાપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનો બુટલેગરો અદાલતમાંથી પણ નહીં છોડાવી શકે તેવા કાયદાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ વર્ષ ૨૦૧૭-૧૮માં અંદાજીત રૂપિયા ૩૭૧ કરોડની કિંમતના ૨૨,૦૦૦થી પણ વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ દારૂની હેરાફેરીના ગુન્હામાં પકડાયા બાદ બૂટલેગરો આ પ્રકારના ગુન્હા ફરી ન કરે તે માટે તેઓની સંપત્તિ પણ ટાંચમાં લેવા માટે મની લોન્ડરીંગના કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

યુવાનો નશા તરફ પ્રેરાય નહીં તે માટે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા નશાબંધીના કાયદામાં પણ યોગ્ય સુધારાઓ કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવતા ગુન્હેગારો સરળતાથી છૂટી શકશે નહીં, જેના પરિણામે રાજ્યમાં ઘણી સફળતા મળી છે. સાથે સાથે હુક્કાબાર ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મુકતા યુવાનો નશામાંથી મુક્ત બન્યા છે. રાજ્યના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ દ્વારા ઓન લાઈન મંગાવવામાં આવતી ઇ-સિગારેટ ઉપર પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા.

Next Story
Share it