/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/eff5903195826d32cc9a4a5d772e3fe0_1359347940_l.jpg)
યુપી બિહાર ના રેલવે મથકો સૌથી ગંદા,સર્વેક્ષણ માં ખુલાસો
દેશ માં જાહેર સેવા ના સ્થળો પર પણ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં પેસેન્જર ફીડબેક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ના રેલવે મથકો સૌથી સ્વચ્છ હોવાનું તારણ આ સર્વે માં કરવામાં આવ્યું છે.
જાણીતા અખબારો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશનો પર સર્જાતી ગંદકી ના પગલે મુસાફરો પરેશાન થઇ જતા હોય છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વે માં યાત્રી ઓ ને સ્વચ્છતા અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને તેના આધારે રેલવે મંત્રાલય એ રિપોર્ટ રજુ કર્યો છે.જેમાં દેશના દસ સ્વચ્છ રેલવે સ્ટેશનો માં બિયાસ,વાસ્કો ડી ગામા,કુંભકોણમ,નાસિક રોડ,સાલેમ,ગાંધીધામ,જામનગર,સુરત,રાજકોટ,અંકલેશ્વર રેલવે સ્ટેશન નો સમાવેશ થાય છે જેમાં પાંચ રેલવે મથકો ગુજરાત ના છે.જયારે ગંદા રેલવે સ્ટેશનો માં બિહાર ના મધુબની,બખતીયાર પૂર,અનુગ્રહ નારાયણ,સગૌલી,આરા નો સમાવેશ થાય છે.વધુ માં અન્ય ગંદા રેલવે મથકો માં બલિયા,રાયપુર,શાહગંજ,જંઘાઈ,અને પ્રતાપગઢ હોવાનું જાહેર કરાયું છે.અને ગંદા રેલવે મથકો પર સફાઈના અભાવ ની સાથે ડસ્ટબીન પણ હતા નહિ.
આ સર્વેક્ષણ માં મુસાફરો એ રેલવે મથકો પર ની દુર્ગંધ ને સૌથી મોટી સમસ્યા ગણાવી ને ચિંતા નું કારણ પણ ગણાવ્યુ હતું.