New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/maxresdefault-18.jpg)
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે તા 7મી એપ્રિલની રાત્રીએ ગુજરાત લાયન્સ અને કલકતા નાઈટ રાઇડર્સ વચ્ચે IPL નો રોમાંચક મુકાબલો થશે, જોકે ઘર આંગણે રમતી ગુજરાતની ટીમને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખોટ જરૂર વર્તાશે.
રાજકોટ ખાતે IPL મેચ માટે ગુજરાત લાયન્સ અને કલકતા નાઈટ રાઇડર્સ બંને ક્રિકેટ ટીમોના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરીને મેચ માં ઉત્કૃષ્ઠ દેખાવ કરવાની તૈયારી દર્શાવી છે.
ગુજરાત લાયન્સના સુકાની સુરેશ રૈનાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર અને રાજકોટના વતની રવિન્દ્ર જાડેજા અનફિટ રહેતા પ્રારંભિક મેચમાં રમી નહિ શકે ત્યારે જાડેજાની ખોટ ટીમમાં જરૂર વર્તાશે,જોકે તેમછતાં ગુજરાત લાયન્સ જોમ અને જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે અને જરૂર વિજેતા બનશે તેવો આશાવાદ પણ રૈનાએ વ્યક્ત કર્યો હતો.
Related Articles
Latest Stories