/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/03.jpg)
ગોવામાં અસ્પષ્ટ બહુમતી રહેતા સરકાર કોણ બનાવશે તેવી મડાગાંઠ શરૂ થઈ હતી, ત્યારે ભાજપ દ્વારા મનોહર પર્રિકરને સીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા, અને રાજ્યપાલ દ્વારા પર્રિકરને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા, જોકે બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ બાબતે સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલના નિર્ણયને પડકારવામાં આવતા કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે.
ગોવા ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને બહુમતી ન મળતા સત્તાના સુકાન કોણ સંભાળશે તે અંગે કોકડું ગુંચવાયુ છે,ત્યારે ભાજપ દ્વારા સરકાર બનાવવા નો દાવો કરીને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને ગોવાના સીએમ તરીકે ઘોષિત કર્યા છે,અને જેમની નિયુક્તિ પણ રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે અને તારીખ 14મી માર્ચના રોજ તેઓ ધારાસભ્યો સાથે સપથ પણ લેવાના છે.તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ ઘટનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.
જે અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા યોજાનાર છે,ત્યાર બાદ પર્રિકર સીએમ બનશે કે નહિ તે અંગેનો પ્રશ્ન ઉકેલાય જશે.