પોલીસે રૂપિયા ૭,૬૯,૧૦૦નો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોટાપુરા ગામમાંથી વડોદરા ગ્રામ્ય એસ ઓ જી પોલીસે વોચ ગોઠવી એક બોલેરો પીકઅપ ગાડી તથા તેમાં ભરેલા એક ડી.જી.જનરેટર, ગ્રીપ ઇરિગેશનની પાઇપના બંડલો નંગ – ૨૬ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીને બાતમી મળી હતી કે પિલોલ ગામની સીમ જી.આઇ.ડી.સી માં આવેલ એચ પી સી એલ કંપનીમાંથી ડી.જી. જનરેટર તથા પદમલા ગામ નેશનલ હાઇવેની બાજુમાં આવેલ ફિનોલેક્સ પાઇપ કંપનીના ગોડાઉનમાંથી ફિનોલેક્સ પાઇપ કંપનીની ડીપ ઇરીગેશન પાઇપના બંડલ નંગ – ૨૬ ની ચોરી થઇ હતી. જે સંદર્ભે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીએ મોટાપુરા ગામ ખાતે વોચ ગોઠવી હતી.

મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસ ઓ જી પોલીસે ત્રણ ઈસમોને (૧) નરેશ ગણપત બારિયા રહે. પિલોલ (નાનાપુરા) તા. સાવલી જિ.વડોદરા (૨) પ્રવિણ ઉર્ફે પકો કનુ પરમાર રહે. પીલોલ તથા સંતોષ ઉર્ફે ચંદુભાઇ મારી રહે સિસ્વા તા.જી.વડોદરા નાઓને ઝડપી પાડી મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં તેઓએ ડી.જી. જનરેટર કિંમત રૂપિયા એક લાખ તથા ઇરીગેશન પાઇપના બંડલો કિંમત રૂપિયા ૨,૬૯,૧૦૦ તેમજ બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા ૭,૬૯,૧૦૦ ના મુદ્દામાલની ચોરી કબુલતા મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

LEAVE A REPLY