Connect Gujarat

છેવાડાના માનવી સુધી પોતાની દિર્ઘ દ્રષ્ટિ થી વિકાસની સુવાસ ફેલાવનાર અહેમદ પટેલનો 68 મો જન્મદિન

છેવાડાના માનવી સુધી પોતાની દિર્ઘ દ્રષ્ટિ થી વિકાસની સુવાસ ફેલાવનાર અહેમદ પટેલનો 68 મો જન્મદિન
X

ગુજરાતનુ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સચિવ અને લોકલાડીલા નેતા અહેમદ પટેલનુ વ્યક્તિત્વ સરળ અને સાદગી ભર્યુ છે પરંતુ તેઓએ પ્રજાહિતના પ્રશ્નો ને સદા અગ્રીમતા આપી છે.

4

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખોબા જેવડા પીરામણ ગામ ખાતે ખેડૂત પિતા મહંમદ પટેલ અને માતા હવાબેનના ત્યાં 21મી ઓગષ્ટ 1949 માં અહેમદ પટેલનો જન્મ થયો હતો. અહેમદ પટેલે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માંથી બીએસસીની પદવી મેળવી હતી.

3

અહેમદ પટેલ સૌથી નાની વયે અંકલેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી લડીને પ્રમુખ બન્યા હતા. જયારે સૌથી નાની વયે લોકસભાની ચૂંટણી લડીને ભરૂચ માંથી લોકસભામાં ચૂંટાય આવ્યા હતા. ભરૂચનું રાષ્ટ્રીય ફલક પર પ્રતિનિધિત્વ કરતા અને હાલમાં રાજ્યસભા ના સાંસદ અહેમદ પટેલ ગાંધી પરિવારની ખુબજ નિકટ છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના પાર્લામેન્ટરી સેક્રેટરી પણ તેઓ રહ્યા હતા.

2.

શાંત, સૌમ્ય સ્વભાવ પણ પ્રજાહિત માટે તત્પર રહેતા અહેમદ પટેલ ક્રિકેટની રમતમાં પણ ખુબ જ રૂચિ ધરાવે છે. તેઓના 68માં જન્મદિન પ્રસંગે ઠેર ઠેર થી દીર્ઘાયુની પ્રાર્થના સાથે અભિનંદનો વરસાદ વરસી રહ્યો છે.

દીર્ઘદ્રષ્ટા અને વિકાસ પુરુષ અહેમદ પટેલને કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ દ્વારા પણ જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.

Next Story
Share it