/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asfds.jpg)
જંબુસર ના પી.એસ.આઈ. દ્વારા યુવકને મારમારવાના મામલે ધારાસભ્ય સંજય સોલંકી અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણની આગેવાનીમાં DYSP અને મામલદારને આવેદનપત્ર આપી પી.એસ.આઈ. સામે કાર્યવાહીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સામાન્ય રીતે પોલીસ પ્રજાનો રક્ષણ ગણાય છે.આવામાં પોલીસની દબંગગીરી સામે આવી છે યાસર કાદર મલેક નામના યુવકને મારમારતા પી.એસ.આઈ. વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જંબુસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.વી. બારિયાએ બેરહેમીપૂર્વક મારમારતા યાસર મલેકને કમરના નીચેના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
બે દિવસ આગાઉ થયેલ મારામારીના ગુનાહમાં યાસર કદર મલેક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં યાસર મલેક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાં જંબુસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.વી. બારિયાએ યાસર મલેકને ટેબલ ઉપર સુવડાવી દંડા વડે બેરહેમીપૂર્વક માર મારી કમરના નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
ત્યાર બાદ ઈજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા હોસ્પિટલમાં યાસરના પરિવારજનો અને સમાજના લોકો ભેગા થયા હતા. અને પી.એસ.આઈ. ની કામગીરી ને લઇ તેના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને પી.એસ.આઈ. વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહીની માગ કરી હતી.