ભરૂચ શહેર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ તા ૧૨ ફેબ્રુઆરીના રોજ ભરૂચના રેડિયો સ્ટેશન ટોપ FM ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ બે દિવસીય મુલાકાત દરમિયાન રેડીઓ જોકી તેમજ કોમ્યુનિકેશન ટેકનોલોજી વિશે વિસ્તૃત જ્ઞાન મેળવશે,TOP FM ની મુલાકાત દરમ્યાન તેઓ પોતાના અનુભવો અને મીડિયા ટેકનોલોજી વિશે પોતાના વિચારોનું અકારશઃ આલેખન કરશે

ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયમાં રેડિયો સ્ટેશન નું મહત્વ શું છે અને આજે જ્યારે પ્રધાનમંત્રી પણ પોતે રેડીઓ સ્ટેશન ને મન કી બાત જેવા કાર્યક્રમને ઉપયોગમાં લઇ જનતાને માહિતગાર કરે છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ રેડીઓ અને FMનું મહત્વ બતાવવા શાળા દ્વારા આ મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શાળા પરિવારે આ કાર્યક્રમ આપવા બદલ ટોપ FM નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.શાળા ના અધ્યાપિકા સુજાતા ભટ્ટાચાર્ય અને ટ્રસ્ટી યુશિકા જોલી અને ખુશ્બુ પંડ્યાએ ટોપ FM સહિત સૌનો આભાર માન્યો હતો

LEAVE A REPLY