Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

વૃષભ (બ,વ,ઉ) - આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

મિથુન (ક,છ,ઘ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

કર્ક (ડ,હ)- અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

સિંહ (મ,ટ) – શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

કન્યા (પ,ઠ,ણ) – આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે.

તુલા (ર,ત) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે

વૃશ્વિક (ન,ય) – રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ્લ તમે નસીબદાર છો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે

મકર (ખ,જ) – તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

કુંભ (,શ,સ,ષ) :- તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

મીન (દ,ઝ,ચ,થ) માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

Next Story